APMC NEWS
ખેડુતના ભાગ્યમાં કાયમ આવતી સાલ પૈસાદાર થવાનું લખેલુ છે. મહેનત એ ભવિષ્ય્ ની મહામુલી મુડી છે.
 
વાઇસ ચેરમેનશ્રી નો બાયોડેટા
નામ ત્રાબડીયા પ્રભુદાસભાઈ ભાણજીભાઈ
જન્મ તારીખ ૨૮/૩/૧૯૫૩
અભ્યાસ એસ. એસ. સી.
જ્ઞાતિ કડવા પટેલ(કણબી)
ધંધો ખેતી
સરનામુ મુ.તાલાલા (ગીર) તા.તાલાલા
ફોન નં. ૯૪૨૮૭૦૬૧૧૦
 
 

વાઇસ ચેરમેન શ્રી નું નિવેદન

આપણો દેશ ખેડુતપ્રધાન છે. અને ખેતીપર આધારીત છે. આપણો તાલુકો પછાત તાલુકો છે. પરંતુ કુદરતે પાણી પુષ્કળ આપેલ હોવાથી બાગાયતી તાલુકો છે. અને જે જગ વિખ્યાત ગીરની કેસર કેરીના માધ્યમથી વિશ્વમાં નવી ઓળખ ઉભી કરેલ છે. તાલાલા માર્કેટીંગયાર્ડના માધ્યમથી અમોએ ખેડુતોને પડતી મુશ્કેલીઓમાં શાકભાજી જે તાલાલાની મધ્યમાં પીઠું હતુ ત્યાં ગંદકી મચ્છરો ભુંડ પશુઓ વિગેરેનાં ત્રાસથી ખેડુતોને મુક્ત કરાવી ગમે તે સમયે શાકભાજી ખેડુતો માર્કેટીંગયાર્ડનાં શેડમાં મુકી શકે છે
 
હાલમાં ખેડુતોના શાકભાજીનુ રક્ષણ તાલાલા માર્કેટીંગયાર્ડ કરે છે. અને તે શાકભાજીના ખેડુતોના યોગ્ય વળતર સાથે વ્યાજબી ભાવો મળી રહે છે. માર્કેટીંગયાર્ડના વિકાસની વાતો કરીએ તો ભવિષ્યમાં નવો ઓક્શનશેડ નવો ટોઇલેટ બ્લોક શેડમાં ફ્લોરીંગ સોઇલ ટેસ્ટ લેબોરેટરી વિગેરે કામગીરી આવતા વર્ષોમાં કરવાની છે.
 
ચાલો આપણે બોર્ડ નોફ ડીરેક્ટર્સ મિત્રો તેમજ બજાર સમિતિનો સ્ટાફ સાથે મળીને સંકલ્પ કરીએ કે ભારતને ગૌરવશાળી દેશ બનાવવા અને ભારતનો વિકાસ એટલે ગુજરાતનો વિકાસ કરી સહકારની નવી કેડી કંડારીને આગળ વધીએ માણસોના દિલને સુંદર વ્યાખ્યાનોથી હલાવી શકાતા નથી અને હલાવી શકય તો પણ ક્ષણ માટે જ જો કાંઇક ત્યારે કામ આપણે કરવું હોય તો કરીને જ આપણે બતાવી શકીએ એમાંજ આપણા વિસ્તારનો વિકાસ સમાયેલ હોય છે. માટેજ આગામી મુક્ત વ્યાપારનાં સમયમાં ખેડુતોને પોતાના માલનુ પુર્ણ વળતર મળે સચો તોલ જ થાય તેવા પ્રયત્ન કરવા કટીબધ્ધ થઇએ..