APMC NEWS
ખેડુતના ભાગ્યમાં કાયમ આવતી સાલ પૈસાદાર થવાનું લખેલુ છે. મહેનત એ ભવિષ્ય્ ની મહામુલી મુડી છે.
 
સેક્રેટરીશ્રી નો બાયો ડેટા
નામ જારસાણિયા હરસુખલાલ હરીદાસ
જન્મ તારીખ ૧/૯/૧૯૬૫
અભ્યાસ એમ. એ. બી. એડ.
ફોન નં. ૯૯૨૫૦૨૨૬૮૪
 
 

સેક્રેટરીશ્રીનુ નિવેદન

હુ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તાલાલા (ગીર) નો સમાન્ય પ્રાથમિક ચિતાર આપતા પહેલાં હુ મારાં વ્યક્તિગત પરિચયમાં મે બી.એ. સમાજશાસ્ત્ર તથા એમ એ. પણ સમાજશાસ્ત્ર બંન્ને ડીગ્રી રાજકોટમાં લઇને બી.એડ. દ્વારકામાં અભ્યાસ કરેલ છે. જે મારી ડીગ્રી શિક્ષક બનવાની હતી પરંતુ મારો આત્મા સહકાર અને ખેડુત હતો માટે શિક્ષક ન બનતા સને-૧૯૯૧ માં મે બજાર સમિતિની સ્થાપના થયા બાદ તેને યોગ્ય દિશા આપવા માટે રૂ.૩૦૦માં નોકરી સ્વીકારીને ગામડે ગામડે ફરીને બજાર સમિતિ શું છે
 
બજાર સમિતિનો હેતુ શું છે લાયસન્સ શું છે વિગેરે બાબતોથી વેપારીઓને માહિતગાર કર્યા બાદમાં તા.૧૫/૨/૧૯૯૩ ના રોજ હું બજાર સમિતિ તાલાલાના ઇન્સપેક્ટર તરીકે ઓર્ડર મળતાં સામાન્ય પગારની નીકરી શરુ કરતાં સને ૧૯૯૬માં સેક્રેટરી જગ્યા પર નિયામક સાહેબના બહાલી હુકમ સાથે આ સંસ્થાનો કાર્યભાર સંભાળ્યો ત્યારથ આજ સુધી આ સંસ્થાનાં વિકાસમાં કોઇ કચાશ કે કોઇપણ પ્રકારની આળસ રાખેલ નથી જે આર.વી.વાય યોજના અંતર્ગત તાલાલા (ગીર) ને રૂ.૪૫૦ લાખના ખર્ચે ફાળવનાર પ્રોજેક્ટની કામગીરીની એક ઝલક સાથે અનેક પડકારો સાથે કામ કરવું અને કંઇક કરી છુટવા માટેની ધગશ સાથે છેલ્લા વીસ વર્ષથી આ સંસ્થાને મારી આપણી ગણીને આગળ વધારેલ છે. જેમાં મારા સાથી મિત્રો સ્ટાફ માજી ચેરમેન લાધાબાપા તથા વી, એમ. ચોથાણી વિગેરેનો સતત સહકાર મળતો રહેલ છે.