APMC NEWS
ખેડુતના ભાગ્યમાં કાયમ આવતી સાલ પૈસાદાર થવાનું લખેલુ છે. મહેનત એ ભવિષ્ય્ ની મહામુલી મુડી છે.
 
ચેરમેનશ્રીનો બાયો ડેટા
નામ કિરીટભાઈ બી. પટેલ
જન્મ તારીખ ૧/૫/૧૯૮૨
અભ્યાસ BE CHEMICAL
જ્ઞાતિ લેઉઆ પટેલ (કણબી)
ધંધો ખેતી
સરનામુ મુ.રાતિધાર (ગીર) તા. તાલાલા (ગીર) જી. ગીર સોમનાથ
ફોન નં. ૯૮૨૫૦૩૫૦૬૯
 
 

ચેરમેનશ્રીનુ નિવેદન

આપણો દેશ ખેતીપ્રધાન દેશ છે. આપણા દેશનો વિકાસ અને સુખાકારી મુખ્યત્વે ખેતીપર આધારીત છે માટે આપણા દેશનો જેટલો ખેડુત સુખી એટલો દેશ સુખી. ખેડુતોને ખેત ઉત્પન્નના પુરતા ભાવો મળે કોઇ પણ ખેડુતનુ શોષણ ન થાય તાલાલા વિસ્તારની ગીરની કેસર કેરીની ઓળખ વિશ્વ કક્ષાએ થાય તેની સોડમ દેશ વિદેશમાં પ્રસરે તેવા પ્રયત્નો સતત કરતા રહેવા જોઇએ અને કરુ છુ.
 
ખેડુતોના હિતોનુ રક્ષણ થાય સમાજના આર્થિક રીતે પછાત વર્ગો શોષણ મુક્ત બને સતત સમૃધ્ધ બને તેવા ઉમદા હેતુથી ઘડવામાં આવેલ બજાર ધારો મહત્વનું સ્થાન ધરાવે છે. ગુજરાત સરકારના બજાર સમિતિઓના વિકાસના પ્રયત્નોથી ખેડુતો અને વેપારીઓનુ ઘનુ હિત વધાર્યુ છે અને માટે જ તાલાલા એ કેસર કેરીમાં ગુજરાતમાં આગવી ઓળખ ઉભી કરી છે. આપણે તાલાલા તલુકાની વાત કરીએ તો આર્થિક રીતે પછાત તાલુકો છે.
 
માટે આ તાલુકાના વિકાસ માટે મારા બોર્ડ ડિરેક્ટર્સ મિત્રો તરફથી સંપુર્ણ સહકાર મળ્વાના કરણે જ ભારત સરકારની રષ્ટ્રીય કૃષિ વિકાસ યોજનાના માધ્યમથી તલાલા (ગીર) માં રૂ.૪૫૦ લાખનાં ખર્ચે એક એક્ષપોર્ટ ફેસેલીટી ફોર ફ્રુટ એન્ડ વેજીટેબલ સ્પેશ્યલી ફોર મેંગો પ્રોજેક્ટનુ નિર્માણ સને-૨૦૧૦ના ડિસેમ્બર માસ સુધીમાં પુર્ણ થૈ જાય તેવા પ્રયત્નો છે. જે પ્રોજેક્ટથી ગીરની સોડમ કેસર કેરી માટે રાઇપલીંગ ચેમ્બર નંગ-૫-૧૦ ટનની કેપેસીટીની તથા નંગ-૨-૧૦૦ ટન કેપેસીટીનાં લાઇનીંગ પર અવર ૩ ટન કેપેસીટીની ટુંક સમયમાં લોકર્પણ કરવાની છે. ત્યારે તાલાલા વિસ્તારમાંથી કેસર કેરી અને શાકભાજીની વિશ્વનાં કોઇપણ શહેરમાં પહોંચાડવા માટે આ પ્રોજેક્ટ આ વિસ્તારનાં ખેડુતોને આશિર્વાદરૂપ બનશે તે વાત આજે રજુ કરતાં ગૌરવ અને સંતોષ સાથે આનંદ અનુભવુ છુ.
 
આ વિસ્તારનાં ખેડુતો તથા વેપારીઓ માટે માર્કેટીંગયાર્ડમાં અદ્યતન ઓફીસ બીલ્ડીંગ, નાના ઇલેટ્રોનીક કાંટાઓ,સી.સી.રોડ ખેડુતો માટે ઠંડુપાણી પીવા માટે વોટર કુલર વિગેરે સુવિધાઓ તથા હજુ વધુમાં વધુ સુવિધાઓ આ વિસ્તારનાં આ વિસ્તારનાં ખેડુતોને મળે તે માટે પ્રયત્ન્શીલ છુ. વિતેલા સમયમાં બજાર સમિતિએ અવિસ્મરણિય અવિરત પ્રગતિ કરી છે. આ પ્રગતિના પથવાહકો શરૂથી આજ સુધી કરકસરભર્યા વહીવટ આભિમુખ અને ખેડુત વેપારી વચ્ચેનાં સંવેદનાના સુરને સાંભળી શક્યા છે. ક્ષિતિજના અનેક નવા શિખરો સર કરવાના છે. ગુજરાત સરકારના યશસ્વી ભરચક અને મોભાદાર કાર્યક્રમોથી બજાર સમિતિની નવી ઓળખ ઉભી ઉત્પન્ન થઇ છે. ભુતકાળનો યશસ્વી ઇતિહાસ અને મોભાદાર પ્રતિષ્ઠાને આગામી વર્ષોમાં વધુને વધુ જીવંત બનાવી ઉચ્ચ કક્ષાએ લઇ જવાની છે.
 
અને આ મન્જીલ સુધી પહોંચાડવા માટે નાનકડા ખેડુતથી લઇને વેપારી તથા ઘણાં તડકા છાયા વચ્ચે આ માર્કેટયાર્ડના અસ્તિત્વ સામે અનેક પડકારો આવ્યા હોવા છતાં આ સંસ્થાના ભુતપુર્વ અને પ્રવર્તમાન પ્રામાણિક અને નિષ્ઠાવાન કર્મચારીઓ અડગ રહી જે પારદર્શક અને કર્યક્ષમ વહીવટ આપ્યો હે તે બીરદાવી ભવિષ્યમાં પણ સહકારની જરુરિયાત હમેશ મુજબ મળી રહેશે તેવી ખાતરી છે.
 
અંતમાં માનનિય કૃષિમંત્રિથી સંઘાણી સાહેબ ગુજરાત સરકાર દ્વારા અવાર નવાર જે સુચનો અને માર્ગદર્શન મળેલ છે તે ખરેખર અવિસ્મરણિય છે તેમજ નિયામક સાહેબ ખેતબાજાર અને ગ્રામ્ય અર્થતંત્ર ગુ.રા. ગાંધીનગર મેનેજીંગ ડીરેક્ટર સાહેબ ગુજરાત રાજ્ય કૃષિ બજાર બોર્ડ નાયબ નિયામક સાહેબ ખેત બજર અને ગ્રામ્ય અર્થતંત્ર જુનાગઢ ચેરેમેન/સેક્રેટરીશ્રી નિયંત્રિત બજાર સંઘ અમદાવાદ વિગેરેનો સતત સહકાર મળેલ છે. અને ભવિષ્યમાં પણ સહકાર મળતો રહેશે તેનો મને વિશ્વાસ છે.