APMC NEWS
ખેડુતના ભાગ્યમાં કાયમ આવતી સાલ પૈસાદાર થવાનું લખેલુ છે. મહેનત એ ભવિષ્ય્ ની મહામુલી મુડી છે.
 
 
 

Welcome to Talala (Gir) APMC

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ તાલાલા (ગીર) ની સ્થાપના તા.૬/૬/૧૯૮૭ ના રોજ ગુજરાત સરકારના જાહેરનામાં ક્રમાંક ઇ/ખસ/૮૭/૮૨/બનણ/૬૬૮/૧૬૨૦/થી કરવામાં આવેલ ત્યારબાદ સરકારશ્રી દ્વારા જે તે સમયે નિયુક્ત બોર્ડ ઓફ ડીરેક્ટરશ્રીની રચના તાલાલા તાલુકાના કર્મનિષ્ઠ પવિત્ર પુજનીય નિષ્ઠાવાન નેતા પરમ આદરણીય શ્રી લાધાભાઇ મનજીભાઇ પટેલ રહેવાસી સુરવા (ગીર) ના અધ્યક્ષ સ્થાને કરવામાં આવી જેણે પોતાના ખર્ચે કોઇપણ પ્રકારની અપેક્ષા રાખ્યા વિના
 
આ સંસ્થાને ૧૯૯૧ માં કર્યરત કરવામાં આવી અને તે માટે વેપારી ખેડુતો સાથે સંકલન કરી કોઇપણ પ્રકારનાં વિવાદ વિના આ સંસ્થાનુ ખાતમુહુર્ત તા.૧૯/૧/૧૯૯૮ ના રોજ પૂજનીય લાધાબાપાના વરદ હસ્તે કરવામાં આવેલ જેનુ અંદાજીત બાંધકામ રૂ.૨,૧૯,૮૪,૯૮૪-૦૦ ના ખર્ચે દુકાનો શેડ, રોડ ટોઇલેટ બ્લોક, એ ટાઇપ શોપકમ ગોડાઉન, બી. ટાઇપ શોપકમ ગોડાઉન, કંપાઉન્ડવોલ ઓફીસ બીલ્ડીંગ વગેરે સુવિધાઓથી સજજ થતાં તાલાલા વિસ્તારનાં મુખ્ય પાક વિશ્વ પ્રખ્યાત કેસર કેરીની તા. ૨૯/૪/૨૦૦૦ને શનિવારના રોજ ખરો તોલ ખુલ્લી હરરાજી અને રોકડાં નાણાં સાથેનો મર્કેટીંગયાર્ડનું લોકર્પણ કરી આજે પન તે બુઝુર્ગ નેતાને ખેડુતો યાદ કરી દરરોજ શાકભાજીની પણ જાહેર હરરાજી તાલાલા યાર્ડમાં ચાલુ કરવામાં વર્તમાન શાસકોની કામગીરી પણ સરાહનીય છે.
 
       
 
 
 
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ APMC ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો APMC ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.